એ. આર. રહમાનના આશા ફૉરેવરમાં સલમાન ખાન પણ આપશે અંજલિ

20 August, 2026 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંગીતકાર એ.આર. રહમાન હાલમાં ‘આશા ફૉરેવર’ નામના મ્યુઝિક-વિડિયોમાં વ્યસ્ત છે. આ વિડિયો રહમાન માટે ખૂબ જ ખાસ છે. તેણે આ પ્રોજેક્ટ બનાવવાનો વિચાર ત્યારે કર્યો હતો જ્યારે ગાયિકા આશા ભોસલે જીવિત હતાં.

એ. આર. રહમાનના આશા ફૉરેવરમાં સલમાન ખાન પણ આપશે અંજલિ

સંગીતકાર એ.આર. રહમાન હાલમાં ‘આશા ફૉરેવર’ નામના મ્યુઝિક-વિડિયોમાં વ્યસ્ત છે. આ વિડિયો રહમાન માટે ખૂબ જ ખાસ છે. તેણે આ પ્રોજેક્ટ બનાવવાનો વિચાર ત્યારે કર્યો હતો જ્યારે ગાયિકા આશા ભોસલે જીવિત હતાં. હવે તેમના નિધન બાદ આ પ્રોજેક્ટ સાથે અનેક જાણીતા કલાકારો પણ જોડાઈ રહ્યા છે.
થોડા દિવસ પહેલાં રહમાને જાહેરાત કરી હતી કે શાહરુખ ખાન આ 
મ્યુઝિક-વિડિયોનો હિસ્સો બનશે અને હવે તેણે જાહેરાત કરી છે કે સલમાન ખાન પણ આ મ્યુઝિક-વિડિયોમાં જોવા મળશે. આ માહિતી શૅર કરીને રહમાને સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘આશા ભોસલેજી માટે બનાવવામાં આવેલા ટ્રિબ્યુટ મ્યુઝિક-વિડિયોનો હિસ્સો બનવા માટે સલમાનનો દિલથી આભાર.’

ar rahman asha bhosle Salman Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news