એવું લાગે છે કે લગ્નની તસવીરો પડાવી રહ્યાં છીએ

23 February, 2026 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સાથે તસવીર ક્લિક કરાવવા ફોટોગ્રાફર્સે લાઇન લગાવતાં અનુષ્કાએ મજાકમાં કમેન્ટ કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા તાજેતરમાં મુંબઈ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. આ સમયે ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફર્સે તેમની સાથે તસવીર ક્લિક કરાવવા માટે વિનંતી કરી અને તેમના સદ્નસીબે બન્ને આ માટે તૈયાર પણ થઈ ગયાં. વિરાટ અને અનુષ્કાએ તસવીર ક્લિક કરાવવા માટે હા પાડતાં આના માટે તેમની સાથે તસવીર ક્લિક કરાવવા ફોટોગ્રાફર્સની લાઇન લાગી ગઈ. આ જોઈને અનુષ્કાએ મજાકમાં કહ્યું કે એવું લાગે છે કે આપણે લગ્નની તસવીરો પડાવી રહ્યાં છીએ. અનુષ્કાની આ કમેન્ટ સાંભળીને વિરાટ અને ફોટોગ્રાફર્સ હસી પડ્યા. વિરાટ અને અનુષ્કાનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે.

anushka sharma virat kohli virat anushka mumbai airport entertainment news bollywood bollywood news