‘ધ લેડી કિલર’ બન્યો અર્જુન કપૂર

12 October, 2021 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સસ્પેન્સ ડ્રામાને અજય બહલ ડિરેક્ટ કરવાનો છે

‘ધ લેડી કિલર’માં અર્જુન કપૂર

અર્જુન કપૂર આગામી થ્રિલરમાં ‘ધ લેડી કિલર’ બન્યો છે. આ સસ્પેન્સ ડ્રામાને અજય બહલ ડિરેક્ટ કરવાનો છે. ભૂષણ કુમાર અને શૈલેશ આર. સિંહ એને પ્રોડ્યુસ કરશે. આ એક અનોખી લવ સ્ટોરી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘ઇસમેં થ્રિલ હૈ, રોમૅન્સ હૈ, ઇમોશન હૈ, સસ્પેન્સ હૈ. તમારી સામે રજૂ કરીએ છીએ ‘ધ લેડી કિલર’. આ એક થ્રિલિંગ અને રૂંવાડાં ઊભાં કરનારી લવ સ્ટોરી છે. અત્યાર સુધીની મારી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. મારામાં વિશ્વાસ કરવા માટે મારા ડિરેક્ટર અજય બહલનો આભાર.’

ફિલ્મને લઈને અર્જુને કહ્યું હતું કે ‘મારા અદ્ભુત પ્રોડ્યુસર્સ ભૂષણ સર, શૈલેશ સર અને ડિરેક્ટર અજય બહલ સાથે આ જર્નીની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છું. મારા રોલની તૈયારી માટે આતુર છું. આ મારો અત્યાર સુધીનો સૌથી ચૅલેન્જિંગ રોલ રહેવાનો છે, આમ છતાં હું ઉત્સાહિત છું.’

બીજી તરફ ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘અર્જુન કપૂર અને અજય બહલનું કૉમ્બિનેશન અચૂક હિટ રહેશે. અર્જુનની સ્ટાઇલ અને અજયનું વિઝન ફિલ્મને યોગ્ય દિશામાં લઈ જશે. એ જ અમારો ઉદ્દેશ છે. આ સસ્પેન્સ-ડ્રામાની શરૂઆત અર્જુન અને અજય સાથે કરવા માટે આતુર છીએ.’

entertainment news bollywood bollywood news upcoming movie arjun kapoor