તુ જહાં, મૈં વહાં

23 October, 2021 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી, ‘પરી, તું આખું જગત ફરે છે અને હું પણ તારા દિલમાં રહીને તારી સાથે ટ્રાવેલ કરું છું.

તુ જહાં, મૈં વહાં

અર્જુન કપૂરે પરિણીતી ચોપડાને બર્થ-ડે વિશ કરતાં જણાવ્યું છે કે તું હંમેશાં મારા દિલમાં રહે છે. પરિણીતીનો ગઈ કાલે બર્થ-ડે હતો. પરિણીતીને તેણે ટૂરિઝમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ કહી છે. અર્જુને જે ફોટો શૅર કર્યા છે એમાં તે પરિણીતીની આસપાસ છે. આ બધા ફોટો અર્જુને એડિટ કર્યા છે. પરિણીતીના બધા ફોટોમાં તેણે પોતાને બેસાડી દીધો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુને કૅપ્શન આપી હતી, ‘પરી, તું આખું જગત ફરે છે અને હું પણ તારા દિલમાં રહીને તારી સાથે ટ્રાવેલ કરું છું. વર્લ્ડ ટૂરિઝમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડરને હૅપી બર્થ-ડે. તું આ ટાઇટલને યોગ્ય છે.’

bollywood news bollywood bollywood gossips arjun kapoor entertainment news