બાવન વર્ષની કરીઅરમાં પ્રથમ વખત આવારાપન 2માં વિલન બનશે શબાના આઝમી

12 June, 2026 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મના નિર્માતા વિશેષ ભટ્ટે સોશ્યલ મીડિયા પર શબાના આઝમી સાથેની એક તસવીર શૅર કરીને આ માહિતી આપી હતી

શબાના આઝમી

શબાના આઝમી પોતાની આગામી ફિલ્મ ‘આવારાપન 2’માં પહેલી વખત નકારાત્મક પાત્ર ભજવતાં જોવા મળશે. પોતાની બાવન વર્ષની લાંબી અભિનય-કરીઅરમાં તે પહેલી વાર ખલનાયકની ભૂમિકામાં દેખાશે અને ફિલ્મમાં તેમના પાત્રનું નામ નફીસા હશે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી ફરી એક વાર પોતાના લોકપ્રિય પાત્ર શિવમ તરીકે જોવા મળશે.

આ ફિલ્મના નિર્માતા વિશેષ ભટ્ટે સોશ્યલ મીડિયા પર શબાના આઝમી સાથેની એક તસવીર શૅર કરીને આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે શબાના આઝમી જેવી દિગ્ગજ અભિનેત્રીનું ફિલ્મ સાથે જોડાવું તેમના માટે ગૌરવની વાત છે અને શબાનાની એન્ટ્રી ફિલ્મની વાર્તામાં એક નવો વળાંક લાવશે.

‘આવારાપન 2’ હવે ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં શબાના આઝમી અને ઇમરાન હાશમી વચ્ચેનો ટકરાવ દર્શકો માટે ખાસ આકર્ષણ બની શકે છે.

shabana azmi upcoming movie emraan hashmi Disha Patani entertainment news bollywood bollywood news