શરારત ગર્લ બનશે ભાગમભાગ 2માં અક્ષયની હિરોઇન

19 February, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એના પાત્ર વિશે વિશેષ વિગતો જાહેર કરવામાં આવી નથી

આયેશા ખાન

ટીવી-ઍક્ટ્રેસ આયેશા ખાન સુપરહિટ ‘ધુરંધર’ના આઇટમ-સૉન્ગ ‘શરારત’માં જોવા મળી હતી અને આ ગીતને કારણે એને સારી એવી લોકપ્રિયતા મળી છે. આયેશા કપિલ શર્માની ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું 2’માં પણ જોવા મળી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આયેશાને ‘ભાગમભાગ 2’માં અક્ષય કુમારની હિરોઇન તરીકે સાઇન કરી લેવામાં આવી છે. અક્ષય કુમાર અને ગોવિંદાને લીડ રોલમાં ચમકાવતી ‘ભાગમભાગ’ ૨૦૦૬માં રિલીઝ થઈ હતી અને હવે ૨૦ વર્ષ પછી એનો બીજો ભાગ બની રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આયેશાનું શૂટિંગ ફિલ્મના મેઇન શેડ્યુલ દરમ્યાન પૂરું કરવામાં આવશે. જોકે એના પાત્ર વિશે વિશેષ વિગતો જાહેર કરવામાં આવી નથી.

dhurandhar upcoming movie entertainment news bollywood bollywood news akshay kumar govinda