આયુષમાન-સારાની નવી જોડી જોવા મળશે?

26 April, 2024 06:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ એક જાસૂસ પર આધારિત કૉમેડી ફિલ્મ છે

આયુષમાન ખુરાના , સારા અલી ખાન

આયુષમાન ખુરાના અને સારા અલી ખાન સાથે કામ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ એક જાસૂસ પર આધારિત કૉમેડી ફિલ્મ છે. આયુષમાન છેલ્લે ‘ડ્રીમ ગર્લ 2’માં જોવા મળ્યો હતો. તેની ઘણી ફિલ્મોને લઈને ચર્ચા હતી, પરંતુ તે હવે આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ કરશે એવી ચર્ચા છે. આ ફિલ્મ માટે પહેલી પસંદ આયુષમાન હતો અને તેણે તૈયારી દેખાડ્યા બાદ હિરોઇન તરીકે સારા પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ માટે તેણે પણ ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે, પરંતુ હજી વાતચીત ચાલી રહી છે. જો આ ફિલ્મ માટે બધું પ્લાનિંગ અનુસાર થયું તો આ આયુષમાનની કરણ સાથેની અને સારા સાથેની પણ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મનું નામ પણ હજી નક્કી કરવામાં નથી આવ્યું. જોકે દરેક ઍક્ટર ફિલ્મ સાઇન કરે ત્યાર બાદ એની જાહેરાત સાથે નામ જાહેર કરવામાં આવશે.

entertainment news bollywood buzz bollywood news bollywood ayushmann khurrana sara ali khan