ભૂત જ્યાં શૂટ થઈ હતી એ ફ્લૅટમાં ૨૦ વર્ષ પછી પણ કોઈ રહેવા તૈયાર નથી

17 March, 2026 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ગોપાલ વર્માએ ફિલ્મ સાથે સંકળાયેલો અનુભવ જણાવતાં કહ્યું કે, `મેં આ ફિલ્મ માત્ર ૩૦ દિવસમાં પૂરી કરી`

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માની ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ભૂત’ની ગણતરી બૉલીવુડની યાદગાર હૉરર ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મમાં અજય દેવગન, ઊર્મિલા માતોન્ડકર, નાના પાટેકર અને રેખા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. તાજેતરમાં આ ફિલ્મને રેડ લૉરી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬માં ફરીથી મોટા પડદા પર દર્શાવવામાં આવી હતી. ફેસ્ટિવલના બીજા દિવસે ફિલ્મના સ્ક્રીનિંગ બાદ એના ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ ફૅન્સ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ભૂત’ જ્યાં શૂટ થઈ હતી એ ફ્લૅટમાં ૨૦ વર્ષ પછી પણ કોઈ રહેવા તૈયાર નથી.

‘ભૂત’ના નિર્માણ વિશેનો પોતાનો અનુભવ જણાવતાં રામ ગોપાલ વર્માએ ખુલાસો કર્યો હતો કે ‘મેં આ ફિલ્મ માત્ર ૩૦ દિવસમાં પૂરી કરી હતી, કારણ કે ફિલ્મનો મોટા ભાગનો ભાગ એક જ ફ્લૅટમાં શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૦૨માં થયું હતું અને હવે એને ૨૦ વર્ષથી વધુ સમય વીતી ગયો છે છતાં આજે પણ એ ફ્લૅટ ખાલી પડ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ એ અપાર્ટમેન્ટ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયો હતો અને ત્યારથી કોઈ પણ ત્યાં રહેવા તૈયાર નથી. આ અપાર્ટમેન્ટ લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં આવેલો છે. મને આ બિલ્ડિંગનું નામ હવે યાદ નથી, પરંતુ ફ્લૅટ આજે પણ ખાલી પડ્યો છે.’

ram gopal varma ajay devgn urmila matondkar fardeen khan rekha nana patekar entertainment news bollywood bollywood news