‘બિયૉન્ડ ધ સ્ટાર’ને શક્ય એટલી વાસ્તવિક રાખવામાં આવી છે : સલમાન ખાન

01 December, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકોને જે ગમ્યું હતું એ વિશે પણ વાત કરી છે અને જે નહોતું ગમ્યું એ વિશે પણ વાત કરી છે. આથી દરેક વસ્તુને એ રીતે જ કૅપ્ચર કરવામાં આવી છે. અમે એને શક્ય એટલી પ્રામાણિકતાથી કહેવાની કોશિશ કરી છે.’

સલમાન ખાન

સલમાન ખાનનું કહેવું છે કે તેની ડૉક્યુ-સિરીઝ ‘બિયૉન્ડ ધ સ્ટાર’ને શક્ય એટલી વાસ્તવિક રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં તેની લાઇફનાં ૫૫ વર્ષનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડૉક્યુ-સિરીઝમાં તેના સ્ટારડમ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો સાથેના તેના રિલેશન અને કન્ટ્રોવર્સી જેવી ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉક્યુ-સિરીઝ વિશે વાત કરતાં સલમાને કહ્યું હતું કે ‘મારી ડૉક્યુ-સિરીઝ ‘બિયૉન્ડ ધ સ્ટાર’ છે. યુલિયા વેન્ટુરનો આ આઇડિયા હતો અને મને લાગ્યું કે એ ખૂબ જ સારો છે. હું પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છું એ વિશે મારો સ્ટાફ, ફ્રેન્ડ, ડિરેક્ટર્સ, કો-સ્ટાર્સ અને પ્રોડ્યુસર્સ વાતો કરતા જોવા મળશે. યુલિયાએ આ વિશે વિઝ ફિલ્મ્સના ઍન્દ્રે ટિમ્મિન્સ સાથે વાત કરી હતી અને તે એને અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ પાસે લઈ ગયો હતો. તેમણે આ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને એ ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. દરેક વ્યક્તિએ આવીને તેમની વાત રજૂ કરી છે. લોકોને જે ગમ્યું હતું એ વિશે પણ વાત કરી છે અને જે નહોતું ગમ્યું એ વિશે પણ વાત કરી છે. આથી દરેક વસ્તુને એ રીતે જ કૅપ્ચર કરવામાં આવી છે. અમે એને શક્ય એટલી પ્રામાણિકતાથી કહેવાની કોશિશ કરી છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news Salman Khan