મનોજ બાજપાઈ ભાગમભાગની સીક્વલમાં ગોવિંદાનું સ્થાન લેશે

07 February, 2026 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ભાગમભાગ 2’માં ગોવિંદાની જગ્યાએ હવે મનોજ બાજપાઈને સાઇન કરી લેવામાં આવ્યો છે. જોકે સીક્વલમાં ગોવિંદાને બદલે મનોજ બાજપાઈની એન્ટ્રી વિશે ફિલ્મના મેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

મનોજ બાજપાઈ ભાગમભાગની સીક્વલમાં ગોવિંદાનું સ્થાન લેશે

૨૦૦૬માં રિલીઝ થયેલી કૉમેડી-થ્રિલર ફિલ્મ ‘ભાગમભાગ’ બૉક્સ-ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા, પરેશ રાવલ અને રાજપાલ યાદવે કામ કર્યું હતું. હવે આ ફિલ્મની સીક્વલ બની રહી છે, પણ ખાસ વાત એ છે કે ‘ભાગમભાગ 2’માં ગોવિંદાની જગ્યાએ હવે મનોજ બાજપાઈને સાઇન કરી લેવામાં આવ્યો છે. જોકે સીક્વલમાં ગોવિંદાને બદલે મનોજ બાજપાઈની એન્ટ્રી વિશે ફિલ્મના મેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ્સ મુજબ આ સીક્વલની વાર્તા પહેલાંના ભાગથી સંપૂર્ણપણે અલગ હશે અને એમાં વધુ કૉમેડી જોવા મળશે.

manoj bajpayee govinda akshay kumar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news