ભાગમ ભાગ 2માં પરેશ રાવલ હશે ડબલ રોલમાં

11 February, 2026 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સીક્વલમાં ગોવિંદાને બદલે મનોજ બાજપાઈને સાઇન કરવામાં આવ્યો છે

પરેશ રાવલ

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે અક્ષય કુમારની ૨૦૦૬માં રિલીઝ થયેલી ‘ભાગમ ભાગ’ની સીક્વલ આવવાની છે અને આ સીક્વલમાં ગોવિંદાને બદલે મનોજ બાજપાઈને સાઇન કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ વિશે વધારે માહિતી જાહેર થઈ છે એ પ્રમાણે ‘ભાગમ ભાગ 2’માં પરેશ રાવલ ડબલ રોલમાં જોવા મળશે. પરેશ રાવલ ‘ભાગમ ભાગ’માં કામ કરી ચૂક્યા છે અને હવે સીક્વલમાં તેમને ડબલ જવાબદારી સોંપવામાં આવી છે. પરેશ રાવલ આ પહેલાં ‘અંદાઝ અપના અપના’, ‘પ્લૅટફૉર્મ’, ‘જનમ કુંડલી’ અને ‘ચોર મચાયે શોર’ જેવી ફિલ્મોમાં પહેલાં ડબલ રોલ કરી ચૂક્યા છે.

upcoming movie paresh rawal govinda akshay kumar manoj bajpayee entertainment news bollywood bollywood news