03 June, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મમાં તમામ કલાકારોનાં પાત્રો અને અભિનયને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મમાં જીજાબાઈનું પાત્ર ભજવનારી ભાગ્યશ્રીએ હાલમાં ફિલ્મના સેટ પરની કેટલીક તસવીરો શૅર કરી છે. આ સાથે જ ફિલ્મને રિલીઝ થયાને એક મહિનો પૂર્ણ થતાં એક ઇમોશનલ નોંધ પણ લખી છે.
તસવીરો સાથે ભાગ્યશ્રીએ લખ્યું છે, ‘ભારતીય ઇતિહાસની સૌથી પ્રતિષ્ઠિત મહિલાઓમાંનાં એક જીજાબાઈનું પાત્ર ભજવ્યાને એક મહિનો પૂર્ણ થયો છે. આ સફર મારા માટે ખૂબ જ ખાસ રહી છે. ‘મૈંને પ્યાર કિયા’ની નિર્દોષ નાયિકાથી લઈને જિજાઉ જેવી મજબૂત મહિલાનું પાત્ર ભજવવા સુધીનું આ પરિવર્તન મારા જીવનના અનુભવોથી જ શક્ય બન્યું છે. આ સિદ્ધિને મારા માટે વધુ યાદગાર બનાવનારી બે ખાસ બાબતો છે અને એ છે રિતેશ દેશમુખનો મારા પર વિશ્વાસ કે હું તેના આ સ્વપ્નને પડદા પર જીવંત કરી શકું છું તેમ જ આપ સૌનો મને મળેલો અતૂટ અને અપાર પ્રેમ. મારા હૃદયના ઊંડાણથી આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.’