મૈંને પ્યાર કિયામાં ભાગ્યશ્રીને મળી હતી સલમાન ખાન કરતાં વધારે ફી

13 May, 2026 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસે કહ્યું કે જ્યાં સુધી મહિલાઓ એકસાથે નહીં આવે ત્યાં સુધી ફીના સ્ટ્રક્ચરમાં બદલાવ નહીં આવે

`મૈંને પ્યાર કિયા`માં ભાગ્યશ્રી અને સલમાન ખાન

૧૯૮૯માં આવેલી ‘મૈંને પ્યાર કિયા’ બ્લૉકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને ભાગ્યશ્રી મુખ્ય ભૂમિકામાં હતા. બન્નેની જોડીને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ દ્વારા ભાગ્યશ્રીએ અભિનય ક્ષેત્રમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મે સલમાન અને ભાગ્યશ્રીની કરીઅરને નવી ઊંચાઈ સુધી પહોંચાડી હતી. જોકે એ ફિલ્મમાં ભાગ્યશ્રીને હીરો સલમાન કરતાં વધારે ફી મળી હતી.

આ ફિલ્મની રિલીઝને વર્ષો થઈ ગયાં છે ત્યારે હાલમાં ભાગ્યશ્રીએ પોતાનું આ ઉદાહરણ આપીને બૉલીવુડના ફી-સ્ટ્રક્ચર વિશે વાત કરી છે. હાલમાં જ્યારે બૉલીવુડમાં પુરુષ કલાકારોને અભિનેત્રીઓ કરતાં વધુ ફી મળતી હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે ભાગ્યશ્રીએ કહ્યું છે કે ‘આ બધું સપ્લાય અને ડિમાન્ડ પર આધારિત છે. એક મહિલા ખૂબ મહેનત કરી શકે છે, પરંતુ જો પ્રોડ્યુસર અને ડિરેક્ટરને લાગે કે તેને એવી બીજી વ્યક્તિથી રિપ્લેસ કરી શકાય છે જે ઓછી ફીમાં કામ કરવા તૈયાર હોય તો તરત તેને પૈસા ઓછા કરવા માટે કહેવામાં આવે છે. ત્યાર બાદ અભિનેત્રીએ નક્કી કરવું પડે છે કે તેને કામ કરવું છે કે નહીં. જ્યાં સુધી મહિલાઓ એકસાથે આવીને નહીં કહે કે અમને આટલી ફી મળવી જોઈએ ત્યાં સુધી બદલાવ નહીં આવે.’

maine pyar kiya Salman Khan bhagyashree sooraj barjatya entertainment news bollywood bollywood news