ભૂલ ભુલૈયા 3 નું ટાઈટલ ટ્રેક સુપર હીટ થતાં કાર્તિક આર્યન નીકળ્યો ફિલ્મના પ્રમોશન માટે

18 October, 2024 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhool Bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 આ દિવાળીએ પહેલી નવેમ્બર 2024ના રોજ ભવ્ય રિલીઝ માટે તૈયાર છે જેમાં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જોવા મળવાના છે.

ભૂલ ભુલૈયા 3 નું ટાઈટલ ટ્રેક

કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા 3ની જોરદાર ચર્ચા ચાલી રહી છે. પહેલી નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવશે એવી મેકર્સને આશા છે. હાલમાં આ ફિલ્મની ટ્રેલર લોન્ચ કરવામાં (Bhool Bhulaiyaa 3) આવ્યું હતું જેને ખૂબ જ ઓછા સમયમાં વ્યુઝ મેળવવાના અનેક રેકોર્ડ બનાવ્યાં હતા, જેથી ભૂલ ભૂલૈયા 3 ના ટ્રેલરની જબરદસ્ત સફળતા બાદ મેકર્સે હમણાં જ આ વર્ષનું સૌથી મોટું ગીત એટલે કે ફિલ્મનું ટાઈટલ ટ્રેક રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ગીત રિલીઝ થતાની સાથે જ આ ગીત તરત જ હિટ થઈ ગયું હતું. આઇકોનિક ભૂલ ભુલૈયા ટાઇટલ ટ્રેકના વાઇબ્સને પુનર્જીવિત કરતું, નવું ગીત વર્લ્ડ હિટ બન્યું છે. આ સોન્ગમાં પિટબુલ, જેઓ મિસ્ટર વર્લ્ડવાઈડ તરીકે જાણીતા છે, વૈશ્વિક પંજાબી સ્ટાર દિલજીત દોસાંઝ, ભૂલ ભુલૈયા સિરીઝ નિયમિત ગાયક નીરજ શ્રીધર અને કાર્તિક આર્યનના અદ્ભુત ડાન્સ સ્ટેપ્સ દશાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, ગીતમાં વિવિધ સંસ્કૃતિઓ અને બિટ્સને એકસાથે લાવવામાં આવ્યા છે.

ફિલ્મના ટાઈટલ ટ્રેકની જબરદસ્ત સફળતા બાદ, રૂહ બાબા એટલે કે કાર્તિક આર્યને (Bhool Bhulaiyaa 3) ફિલ્મના પ્રમોશન માટે દેશભરના શહેરોનો પ્રવાસ શરૂ કર્યો છે. ફિલ્મના પ્રમોશન માટે દિલ્હીની એક કૉલેજમાં લોન્ચ કરાયેલા આ અલ્ટીમેટ પાર્ટી એન્થમે આખા દેશને પ્રવાસ પર ઉતારી દીધો છે. હવે કાર્તિક તેનો પ્રવાસ દેશના અલગ-અલગ ખૂણે લઈ જઈ રહ્યો છે અને આગામી સ્ટોપ ઈન્દોર અને તેના પછી હૈદરાબાદ છે. વિવિધ શહેરોના ચાહકો માટે આ ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરવાની આ એક સારી તક છે. ભૂલ ભુલૈયા ફ્રેન્ચાઈઝી હંમેશા તેના હિટ સોન્ગ માટે જાણીતી છે, અને આ ત્રીજા ભાગનું ટાઈટલ ટ્રેક તેના અનોખા અવાજ, શૈલી અને સ્ટાર પાવર સાથે નવા રેકોર્ડ બનાવવાનું વચન આપે છે.

સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન ફરીથી રૂહ બાબાની ભૂમિકા (Bhool Bhulaiyaa 3) ભજવતો જોવા મળશે. તેની સાથે તૃપ્તિ ડિમરી, મૂળ મંજુલિકા વિદ્યા બાલન અને ગુનામાં તેની પાર્ટનર એટલે કે માધુરી દીક્ષિત પણ જોવા મળવાની છે. અનીસ બઝમી દ્વારા નિર્દેશિત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત, આ ફિલ્મ આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ બોલિવૂડની ફેવરિટ હૉરર-કૉમેડી ફ્રેન્ચાઈઝીના વારસાને આગળ વધારવા માટે તૈયાર છે. હૉરર સાથે મજા અને હાસ્યથી ભરેલી દિવાળી માટે તૈયાર થઈ જાઓ. વધુ આકર્ષક અપડેટ્સ માટે જોડાયેલા રહો. ભૂલ ભુલૈયા 3 આ દિવાળીએ પહેલી નવેમ્બર 2024ના રોજ ભવ્ય રિલીઝ માટે તૈયાર છે.

bhool bhulaiyaa kartik aaryan upcoming movie bollywood news bollywood entertainment news