04 June, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કૉકટેલ 2’ના હૉટ લુકમાં ક્રિતી સૅનન
ક્રિતી સૅનન પોતાની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ના હૉટ લુકને લઈને ચર્ચામાં છે. ક્રિતીએ આ શાનદાર લુક મેળવવા માટે કડક ડાયટનું પાલન કરવું પડ્યું હતું અને જિમમાં ભારે મહેનત પણ કરવી પડી હતી.
‘કૉકટેલ 2’ના લુક માટે કરેલી આકરી મહેનત વિશે વાત કરતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મારે સ્વીકારવું પડશે કે આ ખૂબ જ મુશ્કેલ અનુભવ હતો, કારણ કે ટ્રેઇનિંગ દરમ્યાન મને ખૂબ ઓછું ખાવા મળતું હતું અને મારા જીવનમાં પહેલી વાર આટલી કડક ડાયટ પર હતી. ફિલ્મનું શૂટિંગ ઇટલીમાં થયું હતું પણ મને ત્યાંની વાનગીઓ ખાવા નહોતી મળતી. મને લાગે છે કે શાહિદ આ વાતની સાક્ષી આપી શકે છે કે એ સમયે હું હંમેશાં ખૂબ અકળાયેલી રહેતી હતી, કારણ કે હું સતત ભૂખી રહેતી હતી. જોકે હવે જ્યારે હું મારી જાતને પડદા પર જોઉં છું ત્યારે મને લાગે છે કે મારી બધી મહેનત સફળ થઈ છે.’
કૉકટેલ 2ની રિલીઝ પહેલાં ક્રિતી સૅનને તિરુમાલા મંદિરમાં કર્યાં દર્શન
ક્રિતી સૅનન પોતાની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ની રિલીઝ પહેલાં દર્શન કરવા માટે આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિર પહોંચી હતી. અહીં ક્રિતીએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને ભક્તિભાવ સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાત દરમ્યાન તેણે મંદિરની તમામ પરંપરાઓનું પાલન કર્યું હતું અને ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો. ક્રિતીએ સફેદ રંગનો સૂટ પહેર્યો હતો તેમ જ નૅચરલ મેકઅપ કરીને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. મંદિરમાંથી બહાર નીકળતી વખતે ક્રિતીએ ફોટોગ્રાફર્સને હાથ જોડીને તેમનું અભિવાદન પણ કર્યું હતું. ‘કૉકટેલ 2’ ૧૯ જૂને રિલીઝ થાય છે.