28 December, 2025 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન
થોડા સમય પહેલાં સલમાન ખાન પર રાજસ્થાનમાં પાનમસાલાની ભ્રામક જાહેરાત કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં ગ્રાહક અદાલતે સલમાનને અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે અને આ મામલામાં પહેલાં રજૂ કરાયેલા ‘પાવર ઑફ ઍટર્ની’ પર થયેલા હસ્તાક્ષરોની ફૉરેન્સિક તપાસ કરાવવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં ફરિયાદકર્તા BJP નેતા ઇન્દ્ર મોહન સિંહ હની તરફથી વકીલ રિપુદમન સિંહે અદાલતમાં આપત્તિ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સલમાન ખાન તરફથી રજૂ કરાયેલા વકીલાતનામા અને અન્ય દસ્તાવેજો પર કરાયેલા હસ્તાક્ષરો તેમના વાસ્તવિક હસ્તાક્ષર નથી અને એ શંકાસ્પદ લાગે છે. આ બાબતને લઈને ફરિયાદકર્તા તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
અદાલતે જણાવ્યું છે કે આ મામલાની આગામી સુનાવણી ૨૦ જાન્યુઆરીના થશે. ન્યાયાલયના આદેશ અનુસાર, હસ્તાક્ષરની તપાસનો રિપોર્ટ મળ્યા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો ભ્રામક જાહેરાત અને ગ્રાહક હિતોથી જોડાયેલો હોવાથી અદાલતે એને ગંભીરતાથી લીધો છે.