હવે માધુરી દીક્ષિત શીખવાડશે ગરબા, જાણો કેવી રીતે

30 September, 2021 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડાન્સ વિથ માધુરી પ્રીમિયર ઓનલાઈન ડાન્સ એકેડેમીએ કોરોનાના આ સમયમાં ગરબા શીખવા અને રમવા માટે એક અનોખો ઉપાય કર્યો છે.

ફોટો સૌજન્ય : PR

ડાન્સ વિથ માધુરી પ્રીમિયર ઓનલાઈન ડાન્સ એકેડેમીએ કોરોનાના આ સમયમાં ગરબા શીખવા અને રમવા માટે એક અનોખો ઉપાય કર્યો છે.

નવરાત્રી ઉજવવા માટે ‘ડાન્સ વિથ માધુરી’ એ #2021GarbaExperience અભિયાન શરૂ કર્યું છે. આ ઉપક્રમ અંતર્ગત એકેડેમી મફત વર્ગો પણ આપશે પ્રેક્ષકો શ્રેષ્ઠ કોરિયોગ્રાફરો પાસેથી ક્લાસિક ગરબા સ્ટેપ્સ શીખી શકશે.

પ્રેક્ષકો નૃત્ય સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે અને ટોચની નવ પરફોર્મન્સ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 7થી 14 ઓક્ટોબર એટલે કે નવરાત્રિ દરમિયાન દર્શાવવામાં આવશે અને તેમને ફ્રી DWM સબ્સ્ક્રિપ્શન અને સર્ટિફિકેટ આપવામાં આવશે. એક વિજેતાને માધુરી દીક્ષિત તરફથી વ્યક્તિગત વીડિયો સંદેશ મળશે. પ્રેક્ષકો ફ્રી ગરબા શીખવા માટે આપેલી લિંકની મુલાકાત લઈ શકે છે અને નૃત્ય સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે. https://alpha.dancewithmadhuri.com/garbaexperience21.php#

#2021 ગરબા ઉપક્રમ વિશે વાત કરતા દીક્ષિતે કહ્યું કે “લોકો આતુરતાથી ગરબા રમવા માટે જોઈ રહ્યા છે, પરંતુ મહામારીનો ખતરો હજી ટળ્યો નથી. “ડાન્સ વિથ માધુરી” એ સુનિશ્ચિત કરવા માગે છે કે લોકો તક ગુમાવે નહીં, તેથી અમે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે જ્યાં લોકો તેમના ઘરે સલામતી સાથે ગરબા રમવાની અને ખૂબ જ સારી રીતે શીખવાની મજા માણી શકે છે.”

madhuri dixit bollywood news entertainment news