ગોલમાલ 5માં દીપિકા પાદુકોણનો કૅમિયો?

08 April, 2026 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘ગોલમાલ 5’માં વ્યસ્ત છે. અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ, શર્મન જોશી અને અક્ષય કુમાર જેવા કલાકારો સાથે આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે પ્રિયામણિને સાઇન કરવામાં આવી છે.

ગોલમાલ 5માં દીપિકા પાદુકોણનો કૅમિયો?

ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘ગોલમાલ 5’માં વ્યસ્ત છે. અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ, શર્મન જોશી અને અક્ષય કુમાર જેવા કલાકારો સાથે આ ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ તરીકે પ્રિયામણિને સાઇન કરવામાં આવી છે. જોકે હાલમાં મળેલા એક રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે દીપિકા ફિલ્મમાં ‘સિંઘમ અગેઇન’ના તેના પાત્ર ઇન્સ્પેક્ટર શક્તિ શેટ્ટી તરીકે કૅમિયો કરતી જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે તેનો રોલ ફિલ્મના ક્લાઇમૅક્સમાં જોવા મળશે, જ્યાં તે અક્ષય કુમારના પાત્રને અજય દેવગન અને અન્ય કલાકારોની મદદથી પકડશે. જોકે ફિલ્મના નિર્માતાઓ તરફથી હજી સુધી દીપિકાના કાસ્ટિંગ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. 

golmaal ajay devgn deepika padukone bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news