27 July, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ
વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બૅડ ન્યુઝ’નું ગીત ‘તૌબા તૌબા’ ખૂબ હિટ થયું છે. એવામાં દીપિકા પાદુકોણને પણ આ ગીત ખૂબ ગમે છે. આ ગીતનાં ડાન્સ સ્ટેપ્સ પણ આકર્ષક છે. લોકો એ ગીત પર રીલ્સ બનાવે છે. હવે આ ગીતને લઈને દીપિકા કહે છે, ‘મારે આ ગીતનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે મને એ ખૂબ પસંદ છે અને લોકો એને ખૂબ સાંભળે છે.’