૩૩ વર્ષ પછી દીવાનાની સીક્વલની જાહેરાત

12 May, 2025 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દીવાના 2’ની જાહેરાત તો થઈ ગઈ છે; પણ એની સ્ટારકાસ્ટ શું હશે, ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે જેવી વિગતો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

શાહરુખ ખાને ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાના’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું

શાહરુખ ખાને ૧૯૯૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાના’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે રિશી કપૂર, દિવ્યા ભારતી અને શાહરુખ ખાને કામ કર્યું હતું. હવે ૩૩ વર્ષ બાદ ‘દીવાના’ની સીક્વલ એટલે કે ‘દીવાના 2’ બનવા જઈ રહી છે.  આ  જાહેરાત ફિલ્મ-નિર્માતા ગુડ્ડુ ધનોઆએ જાતે કરી છે અને જણાવ્યું છે કે ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ હાલમાં સ્ક્રિપ્ટિંગના તબક્કામાં છે અને શૂટિંગ શરૂ કરવા માટે હજી થોડો સમય લાગશે. આ સિવાય ગુડ્ડુ ધનોઆએ તેની હિટ ફિલ્મ ‘બિચ્છુ’ની સીક્વલ પણ કન્ફર્મ કરી છે.  ‘દીવાના 2’ની જાહેરાત તો થઈ ગઈ છે; પણ એની સ્ટારકાસ્ટ શું હશે, ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે જેવી વિગતો વિશે કોઈ માહિતી સામે આવી નથી.

Shah Rukh Khan rishi kapoor bollywood bollywood news bollywood buzz entertainment news upcoming movie box office