વક્તમાં મારાથી ૬ વર્ષ મોટા અક્ષય કુમારની મમ્મી બનીને મેં જ મારી કબર ખોદી નાખી હતી

26 November, 2025 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શેફાલી શાહે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે મારા પતિએ તો આ રોલ કરવાની ના પાડી હતી, પણ હું માની જ નહોતી

શેફાલી વર્મા, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન ફિલ્મ ‘વક્ત’માં

હાલમાં ‘દિલ્હી ક્રાઇમ્સ’ની લેટેસ્ટ સીઝનમાં પોતાની ઍક્ટિંગથી ચર્ચામાં આવેલી શેફાલી શાહે ૨૦૦૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વક્ત’માં તેનાથી ૬ વર્ષ મોટા ઍક્ટર અક્ષયકુમારની મમ્મીની ભૂમિકા ભજવી હતી. શેફાલીએ એક ઇન્ટરવ્યુમાં તેના આ નિર્ણય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. 
પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં શેફાલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘અમિતાભ બચ્ચને મારા પતિ અને ફિલ્મના ડિરેક્ટર વિપુલ શાહને આ રોલમાં મને કાસ્ટ કરવાનું સૂચન આપ્યું હતું. મારા પતિએ તો મને આ કરવાની ના પાડી હતી, પણ મેં તેમની વાત નહોતી માની કારણ કે હું આ રોલ કરવા ઇચ્છતી હતી. જોકે પછી મને અહેસાસ થયો કે આ રોલ કરીને મેં મારી પોતાની કબર ખોદી નાખી છે, કારણ કે પછી મને આ પ્રકારના જ રોલ ઑફર થતા હતા. આ ફિલ્મ પછી મારે સારા રોલ માટે લાંબો સમય રાહ જોવી પડી હતી.’

shefali shah akshay kumar amitabh bachchan bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news