5જી ટેક્નોલૉજી વિરુદ્ધની અરજીને મામલે જૂહી ચાવલાને દિલ્હી હાઇકોર્ટે સમય વેડફવા બદલ 20 લાખનો દંડ ફટકાર્યો

04 June, 2021 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રીને ૨૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો

જૂહી ચાવલા

બૉલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla)એ ભારતમાં 5G ટેક્નોલૉજીની વિરુદ્ધમાં ગત સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેણે આજે કોર્ટે રદ કરી છે. સાથે જ કોર્ટે અભિનેત્રીને ૨૦ લાખ રુડિયા દંડ ફટકાર્યો છે. જસ્ટિસ જેઆર મિધાનીની પીઠે આ મામલામાં શુક્રવારે ચુકાદો આપ્યો છે. જોકે, સુનાવણી બુધવારે પુર્ણ થઈ ગઈ હતી.

દિલ્હી હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જૂહી ચાવલાએ દાવો કર્યો હતો કે, ભારતમાં 5G વાયરલેસ ટેક્નોલૉજીથી માણસો, પશુ-પક્ષીઓ અને વનસ્પતિને નુકસાન થશે. એટલે તે ટેક્નોલૉજી લાગૂ કરતા પહેલાં તેની અસરનો વિચાર કરવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. સાથે જ અરજીકર્તાએ કોર્ટનો સમય બરબાદ કર્યો હોવાથી તેની ફીસ પણ ભરવાનું કહેવામાં આવ્યું છે.

કોર્ટે કહ્યું કે, આ અરજી ફક્ત પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી. ખરેખર જૂહી ચાવલાએ સુનાવણીની લિંક સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તેની અરજી પર ચુકાદો આપતા કોર્ટે કહ્યું કે, અભિનેત્રીની અરજીમાં માત્ર કેટલીક જ માહિતી સાચી છે. બાકી ફક્ત અટકળો છે અને શંકા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અભિનેત્રીને કોર્ટના નિયમ પ્રમાણે જે ફીસ છે તે ભરવાનું પણ કહ્યું હતું.

તમને જણાવી દઈએ કે, દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ જેઆર મિધાનીની ખંડપીઠે આ મામલામાં બે જૂનના રોજ સુનાવણી કાર્ય બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે,  જૂહી ચાવલા દોષી છે અને આ અરજી માત્ર પ્રચાર માટે કરવામાં આવી હતી. અભિનેત્રીને એમ પણ પુછવામાં આવ્યું હતું કે, આ મામલે તેણે પહેલા સરકાર પાસે જવાને બદલે કોર્ટમાં અરજી શા માટે કરી?

entertainment news bollywood bollywood news delhi high court juhi chawla