✕

મિર્ઝાપુર : ધ મૂવીના નિર્માતાઓને દિલ્હી હાઈ કોર્ટે ફટકાર્યો ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ

14 October, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિર્ઝાપુર : ધ મૂવી’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. જોકે ફિલ્મ એક ગીતને કારણે વિવાદોમાં પણ સપડાઈ હતી.

મિર્ઝાપુર

‘મિર્ઝાપુર : ધ મૂવી’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. જોકે ફિલ્મ એક ગીતને કારણે વિવાદોમાં પણ સપડાઈ હતી. ફિલ્મમાં ‘શૂરવીર’ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેને લઈને ભારે હોબાળો થયો હતો. હવે દિલ્હી હાઈ કોર્ટ દ્વારા ‘મિર્ઝાપુર : ધ મૂવી’ના નિર્માતા પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

હાઈ કોર્ટે આદેશ આપ્યો છે કે દંડની આ રકમ લશ્કર કલ્યાણ ભંડોળમાં જમા કરાવવામાં આવે. ફિલ્મના નિર્માતાએ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ૧૭ સપ્ટેમ્બરે ફિલ્મમાંથી આ ગીત હટાવી દીધું હતું. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે મૂળ મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલું આ ગીત ફિલ્મ ‘મિર્ઝાપુર’માં ગૅન્ગસ્ટરના દૃશ્ય પર એવી રીતે વાપરવામાં આવ્યું હતું કે એનાથી ગુનેગારોનું મહિમામંડન થતું હતું. આના કારણે લોકોની લાગણીઓને ઠેસ પહોંચી હતી.

‘શૂરવીર’ ગીત રૅપરિયા બાલમનું છે. તેણે આ ગીત મહારાણા પ્રતાપની વીરતાને સમર્પિત કર્યું હતું. જોકે જ્યારે તેણે આ ગીત ‘મિર્ઝાપુર : ધ મૂવી’માં જોયું ત્યારે તેને ખૂબ દુઃખ થયું હતું. તેણે કહ્યું હતું કે આ ગીતનો ઉપયોગ કરતાં પહેલાં તેની મંજૂરી લેવામાં આવી નહોતી એટલું જ નહીં, ફિલ્મમાં આ ગીત ગૅન્ગસ્ટર પર ફિલ્માવવામાં આવ્યું હતું જે તેને સ્વીકાર્ય નહોતું અને આ મામલે વિવાદ શરૂ થયો હતો.

mirzapur box office gangster bollywood news bollywood gossips bollywood entertainment news