દિલ્હી મારા માટે લકી શહેર છે : અર્જુન કપૂર

29 November, 2022 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં આવીને ત્યાંના સ્વાદિષ્ટ ફૂડનો ચટાકો લીધા વગર કોઈ ન રહી શકે

અર્જુન કપૂર

અર્જુન કપૂર માને છે કે દિલ્હી તેને માટે લકી શહેર છે. તે દિલ્હીમાં આગામી ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યો છે. તેનું કહેવું છે કે તે દિલ્હીમાં જે પણ ફિલ્મોનું શૂટિંગ કરે છે એ ફિલ્મો સફળ થાય છે. આ અનટાઇટલ ફિલ્મમાં તેની સાથે કદાચ ભૂમિ પેડણેકર અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. ​દિલ્હી વિશે અર્જુન કપૂરે કહ્યું કે ‘દિલ્હી હંમેશાં મારા માટે સ્પેશ્યલ રહ્યું છે અને એ મારા માટે અતિશય લકી છે. મેં અગાઉ ‘2 સ્ટેટ્સ’, ‘કી ઍન્ડ કા’ અને ‘સંદીપ ઔર પિન્કી ફરાર’નું શૂટિંગ અહીં કર્યું હતું. આ બધી ફિલ્મો મારી ફિલ્મોગ્રાફીમાં સ્પેશ્યલ ફિલ્મો છે અને એણે મને અતિશય ઓળખ અપાવી છે એ બદલ હું આભારી છું.’

દિલ્હીમાં આવીને ત્યાંના સ્વાદિષ્ટ ફૂડનો ચટાકો લીધા વગર કોઈ ન રહી શકે. બૉડી ટ્રાન્સફૉર્મેશન માટે અર્જુન કપૂર સ્ટ્રિક્ટ ડાયટ પર છે, એથી દરરોજ તો નહીં, પરંતુ એક દિવસ ત્યાંના ફૂડનો આનંદ લેવાનું જણાવતાં અર્જુન કપૂરે કહ્યું કે ‘હું હાલમાં ફિટનેસને લઈને ખૂબ ધ્યાન રાખી રહ્યો છું અને મારે જલદી ચોક્કસ પ્રકારની બૉડી મેળવવાની છે. એથી હું દિલ્હીના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ તો નહીં લઈ શકું, પરંતુ મારા ટ્રેઇનરને કહીને એક દિવસ દિલ્હીમાં ચીટ મીલ તો જરૂર લઈશ. હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જ્યારે મને મારી ફોઈના ઘરનું અને લોકલ ચાટ ખાવા મળે. હું દિલ્હીમાં આઉટડોર શેડ્યુલ માટે આતુર છું જેથી હું ફરીથી મારા બાળપણમાં પસાર કરેલા વેકેશનને અને ચીટ અને ટ્રીટ મીલને એન્જૉય કરીશ. સાથે જ ફૅમિલી સાથે સમય વિતાવીશ.’

entertainment news bollywood news bollywood gossips bollywood arjun kapoor