11 April, 2024 06:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જુનિયર NTR
જુનિયર NTRની આગામી ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’ ૧૦ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. એ ફિલ્મને લઈને તેણે ખાતરી આપી છે કે ફિલ્મ જોઈને લોકો ગર્વથી કૉલર ઊંચો કરશે. આ ફિલ્મ દ્વારા જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાનાં છે. આ ફિલ્મમાં પ્રકાશ રાજ, મુરલી શર્મા અને અભિમન્યુ સિંહ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદ અને ગોવામાં કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તિલ્લુ સ્ક્વેર’ની સક્સેસફુલ ઇવેન્ટમાં જુનિયર NTRએ હાજરી આપી હતી. એ દરમ્યાન જુનિયર NTRએ કહ્યું હતું કે ‘આ કદાચ અતિશયોક્તિ હશે છતાં હું કહીશ. મેં જે શર્ટ પહેર્યું છે એનો કૉલર પણ છે. જો ‘દેવરા : પાર્ટ 1’ થોડા દિવસો હજી મોડી રિલીઝ થશે તો પણ મને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ જોયા બાદ તમે તમારો કૉલર ગર્વથી ઊંચો કરશો. અમે આ ફિલ્મ માટે સખત મહેનત કરી છે અને ભવિષ્યમાં પણ અમારા દર્શકો માટે અથાક પરિશ્રમ કરતા રહીશું.’