12 June, 2026 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધમાલ 4’ મલ્ટી-સ્ટારર ફિલ્મ છે
અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર ઇન્દ્ર કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘ધમાલ 4’ હવે નક્કી કરાયેલી તારીખ કરતાં એક અઠવાડિયું વહેલી સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ૧૭ જુલાઈએ રિલીઝ થવાની હતી પરંતુ હવે નિર્માતાઓએ એને ૧૦ જુલાઈએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટ મુજબ આલિયા ભટ્ટની ફિલ્મ ‘આલ્ફા’ ૩ જુલાઈએ રિલીઝ થવાની છે. આ સંજોગોમાં ૧૦ જુલાઈનો સ્લૉટ ખાલી હોવાથી ‘ધમાલ 4’ના નિર્માતાઓને રિલીઝ માટે આ તારીખ યોગ્ય લાગે છે. જોકે આ અંગેની અંતિમ સત્તાવાર જાહેરાતની હજુ રાહ જોવામાં આવી રહી છે.