ધુરંધર બની નેટફ્લિક્સ પર પ્રથમ અઠવાડિયામાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ

06 February, 2026 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂવીએ એના શરૂઆતના વીક-એન્ડમાં જ ૭.૬ મિલ્યન વ્યુઝ નોંધાવ્યા

`ધુરંધર`માં રણવીર સિંહ

ફિલ્મમેકર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થયા બાદથી સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે. બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન બાદ આ બ્લૉકબસ્ટર ફિલ્મનું પ્રીમિયર ૩૦ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર થયું હતું. ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થયાના માત્ર એક અઠવાડિયામાં જ ફિલ્મે ‘ઍનિમલ’, ‘ફાઇટર’ અને ‘પુષ્પા 2 : ધ રૂલ’ જેવી મોટી ફિલ્મોને પાછળ છોડી દઈને થિયેટર પછીની OTT-રિલીઝ માટે સૌથી વધુ ફર્સ્ટ વીક-એન્ડ વ્યુઝનો રેકૉર્ડ બનાવ્યો છે.

‘ધુરંધર’ રણબીર કપૂરની ‘ઍનિમલ’ને પાછળ છોડીને નેટફ્લિક્સ પર પ્રથમ અઠવાડિયામાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની છે. ફિલ્મે એના શરૂઆતના વીક-એન્ડમાં જ ૭.૬ મિલ્યન વ્યુઝ નોંધાવ્યા હતા, જે કોઈ પણ ભારતીય પોસ્ટ-થિયેટ્રિકલ ડિજિટલ રિલીઝ માટે પ્રથમ વખત ૭ મિલ્યનનો આંકડો પાર કરનારી સિદ્ધિ છે. આ સાથે જ ‘ધુરંધર’ ફિલ્મે રણબીર કપૂરની ‘ઍનિમલ’, હૃતિક રોશનની ‘ફાઇટર’ અને અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’ને પાછળ છોડી દીધી છે. આ પહેલાં ‘ઍનિમલ’ને પહેલા વીક-એન્ડમાં ૬.૨ મિલ્યન, ‘ફાઇટર’ને ૫.૯ મિલ્યન અને ‘પુષ્પા 2 : ધ રૂલ’ને પાંચ મિલ્યન વ્યુઝ મળ્યા હતા.

dhurandhar netflix aditya dhar ranveer singh sara arjun akshaye khanna sanjay dutt arjun rampal r madhavan rakesh bedi entertainment news bollywood bollywood news