રાકેશ બેદીને મળ્યું ૧ કરોડ રૂપિયાનું ધુરંધર બોનસ

24 April, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જમીલ જમાલીના પાત્રને અદ્ભુત રીતે ભજવવા બદલ આદિત્ય ધરે આપ્યો શિરપાવ : બન્ને ફિલ્મ માટે ફી તરીકે આપવામાં આવ્યા હતા માત્ર ૫૦ લાખ રૂપિયા

રાકેશ બેદી

રાકેશ બેદી બહુ લાંબી ફિલ્મી કરીઅર ધરાવે છે પણ ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની બન્ને ફિલ્મોથી તેમને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. આ બન્ને ફિલ્મોમાં રાકેશ બેદીએ જમીલ જમાલીના પાત્રથી દર્શકોનાં દિલ જીતી લીધાં છે. રિપોર્ટ અનુસાર રાકેશ બેદીની ઍક્ટિંગથી ફિલ્મના નિર્માતાઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે રાકેશ બેદીને નક્કી કરેલી ફી ઉપરાંત ૧ કરોડ રૂપિયા બોનસ તરીકે આપ્યા છે.

મળતી માહિતી મુજબ રાકેશ બેદીને ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે કુલ ૫૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા પરંતુ  ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ઐતિહાસિક સફળતા બાદ ડિરેક્ટર અને નિર્માતા આદિત્ય ધરે પોતાના ભાઈ અને ભાગીદાર લોકેશ ધર સાથે મળીને રાકેશ બેદીને વધારાના ૧ કરોડ રૂપિયાનો ચેક આપીને તેના કામની કદર કરી છે.

rakesh bedi dhurandhar aditya dhar box office entertainment news bollywood bollywood news