26 March, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમીષા પટેલ
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર દરરોજ નવા રેકૉર્ડ બનાવી રહી છે. આ ફિલ્મના પ્રશંસકોમાં હવે અમીષા પટેલનું નામ પણ જોડાઈ ગયું છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા પછી તેણે એક લાંબી પોસ્ટ લખીને ફિલ્મની ટીમને અભિનંદન આપ્યાં છે.
અમીષાએ સોશ્યલ મીડિયા પર ફિલ્મની પ્રશંસા કરતાં લખ્યું છે, ‘આઇ-ઓપનર ઇન્ડસ્ટ્રી ‘ધુરંધર’ની પ્રશંસા કરી રહી છે. આ અદ્ભુત છે અને આ બ્રૅન્ડ વખાણને લાયક પણ છે. ઇન્ડસ્ટ્રીએ સમજવાની જરૂર છે કે આદિત્ય ધરે ફિલ્મ બનાવી છે, માત્ર પ્રોજેક્ટ નહીં. તેણે ઍક્ટર્સને કાસ્ટ કર્યા છે, ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થનારા લોકોને નહીં. પ્રોજેક્ટ બનાવવાનું બંધ કરો અને ફિલ્મ બનાવવાનું શરૂ કરો.’