વાહ રાકેશજી, મજા આવી ગઈ... શું સિક્સર મારી તમે

06 April, 2026 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સચિન તેન્ડુલકરે ધુરંધર : ધ રિવેન્જ જોઈને રાકેશ બેદીને ફોન કરીને તેમની ઍક્ટિંગનાં વખાણ કર્યાં

રાકેશ બેદી સાથે સચિન તેન્ડુલકર

ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈને ક્રિકેટર સચિન તેન્ડુલકર બહુ ખુશ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે ફિલ્મ જોયા બાદ તેણે એમાં જમીલ જમાલીનો રોલ કરનાર ઍક્ટર રાકેશ બેદીને ફોન કરીને તેમની ઍક્ટિંગની જોરદાર પ્રશંસા કરી હતી.

એક ઇન્ટરવ્યુ દરમ્યાન રાકેશ બેદીએ આ ઘટના શૅર કરતાં કહ્યું કે ‘સચિન તેન્ડુલકરે મને ફોન કરીને કહ્યું, ‘રાકેશજી, મજા આવી ગઈ, શું સિક્સર મારી છે તમે.’ આ સાંભળીને મેં કહ્યું કે ‘તમે તો ઘણી સિક્સર મારી છે, પણ તમારી સિક્સર ભારતમાં પડી, મારી સિક્સર તો પાકિસ્તાનમાં પડી.’

‘ધુરંધર’ અને એની સીક્વલ બન્નેમાંથી જોઈએ તો રહમાન ડકૈત (અક્ષય ખન્ના) અને હમઝા (રણવીર સિંહ) બાદ સૌથી વધુ વખાણ રાકેશ બેદીના ‘જમીલ જમાલી’ પાત્રનાં થયાં છે. 

dhurandhar box office sachin tendulkar rakesh bedi aditya dhar entertainment news bollywood bollywood news