02 April, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડાની ફાઇલ તસવીર
પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં ‘ધુરંધર: ધ રિવેન્જ’ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ફિલ્મની દિલથી પ્રશંસા કરી છે. તેણે પોતાના સોશ્યલ મીડિયામાં ફિલ્મનું પોસ્ટર શૅર કરીને રણવીર સિંહ અને નિર્દેશક આદિત્ય ધરની ખૂબ પ્રશંસા કરી છે. પ્રિયંકાએ ફિલ્મ જોઈને રણવીર માટે લખ્યું કે ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ મેરે દોસ્ત’ અને આદિત્ય ધર વિશે કહ્યું કે તે એક મિશન પર નીકળેલી વ્યક્તિ છે. પ્રિયંકાએ ફિલ્મને ‘દરેક રીતે અદ્ભુત’ ગણાવી અને આખી ટીમના કામની પ્રશંસા કરી.