રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર! આ તારીખે આવશે `Dhurandhar The Revenge`નું ટ્રેલર

06 March, 2026 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`Dhurandhar The Revenge` Trailer: ફેન્સ ‘ધુરંધર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ફિલ્મમાં શું હશે તે તો ૧૯ માર્ચે જ ખબર પડશે પણ તેની એક ઝલક બહુ જલ્દી જોવા મળશે; રણવીર સિંહની સ્પાય થ્રિલર ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર થઈ ગઈ છે

‘ધુરંધર: ધ રીવેન્જ’ના ટ્રેલરની તારીખ જાહેર કરવામાં આવી

‘ધુરંધર’ (Dhurandhar)ની જબરદસ્ત સફળતા પછી, ચાહકો લાંબા સમયથી બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. ‘ધુરંધર: ધ રીવેન્જ’ (Dhurandhar: The Revenge)નું પહેલું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી ચાહકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્ચમાં રિલીઝ થનારી આદિત્ય ધર (Aditya Dhar)ની સ્પાય થ્રિલર ફિલ્મના ટ્રેલર રિલીઝ અંગેની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. રણવીર સિંહ (Ranveer Singh)ની ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર ક્યારે રિલીઝ થશે તેની જાહેરાત ફિલ્મમેકર્સે કરી છે.

રણવીર સિંહની ‘ધુરંધર ૨’ની રિલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે પહેલાં, ચાહકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે તેની રિલીઝ તારીખ નજીક આવી રહી છે. નિર્માતાઓએ ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ અને સમય (`Dhurandhar: The Revenge` Trailer) જાહેર કરી દીધો છે. ચાલો જાણીએ ‘ધુરંધર: ધ રીવેન્જ’નું ટ્રેલર ક્યારે રિલીઝ થશે.

કાલે સવારે આવશે ટ્રેલર

જિયો સ્ટુડિયો (Jio Studios) અને બી૬૨ સ્ટુડિયો (B62 Studios)એ આખરે રણવીર સિંહ, સારા અર્જુન (Sara Arjun) અને સંજય દત્ત (Sanjay Dutt) અભિનીત ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ના ટ્રેલરની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર શેર કરવાની સાથે, નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ‘ધુરંધર: ધ રીવેન્જ’નું ટ્રેલર આવતીકાલે, શનિવાર, ૭ માર્ચ, સવારે ૧૧.૦૧ વાગ્યે રિલીઝ થશે.

સાથે જ કૅપ્શનમાં લખ્યું છે, ‘હૌંસલા ઇંધન બદલા.’

હમઝાની સ્ટોરી પર હશે ફોકસ

‘ધુરંધર’ની વાર્તા લ્યારી ગેંગસ્ટર રહેમાન ડકૈત અને પાકિસ્તાની આતંકવાદી નેટવર્કના જીવનની આસપાસ ફરે છે, જ્યારે તેના બીજા ભાગમાં, નિર્માતાઓએ હવે સંપૂર્ણપણે ‘હમઝા અલી મજારી’ ઉર્ફે રણવીર સિંહના પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ વાર્તા જસકીરત સિંહ રંગી (રણવીર સિંહ)ની "હમઝા" તરીકે પાકિસ્તાનમાં પ્રવેશવાની તેની સફરને વધુ દર્શાવશે અને ‘ધુરંધર’ના મિશન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

૧૯ માર્ચે રિલીઝ થશે ફિલ્મ

જિયો સ્ટૂડિયોઝ અને B62 સ્ટૂડિયોઝના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મનું લેખન, દિગ્દર્શન અને પ્રોડક્શન આદિત્ય ધરએ કર્યું છે. ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે અને લોકેશ ધર છે. પાંચ ભાષામાં ફિલ્મ ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થશે. વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

પાંચ ભાષામાં રિલીઝ થશે ફિલ્મ

‘ધુરંધર’ની અપાર સફળતા બાદ, દિગ્દર્શક આદિત્ય ધર અને નિર્માતા જિયો સ્ટુડિયોએ ફિલ્મને હિન્દી તેમજ દક્ષિણ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ‘ધુરંધર: ધ રીવેન્જ’ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

ફિલ્મના પહેલા ભાગે ભારત સાથે-સાથે વિદેશોમાં પણ ખૂબ સારી કમાણી કરી હતી. ખાસ કરીને નોર્થ અમેરિકા (North America), કેનેડા (Canada), યુકે (UK) અને ઓસ્ટ્રેલિયા (Australia)માં. હવે ટ્રેડ એક્સપર્ટ્સ અને થિયેટર માલિકોને ‘ધુરંધર: ધ રીવેન્જ’ પાસેથી પણ આવી જ અપેક્ષા છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ ફરી એકવાર વિશ્વભરમાં સફળતા મેળવી શકે છે.

dhurandhar trailer launch upcoming movie aditya dhar ranveer singh sara arjun akshaye khanna sanjay dutt arjun rampal r madhavan saumya tandon rakesh bedi jio entertainment news bollywood bollywood news