વિકી કૌશલને ધુરંધર : ધ રિવેન્જમાં ન ગમી સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અર્જુનની ઍક્ટિંગ?

02 April, 2026 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને જોઈને રિવ્યુમાં આ ત્રણેય સિવાય બધાનાં ભરપૂર વખાણ કર્યાં છે

વિકી કૌશલની ફાઇલ તસવીર

રણવીર સિંહ અને આદિત્ય ધરની સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અને સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે.

રણવીર સિંહના નજીકના મિત્ર  અને આદિત્ય ધરની ‘ઉરી’ના ઍક્ટર વિકી કૌશલે રિલીઝના ૧૩ દિવસ બાદ આખરે ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ લીધી છે. ફિલ્મ જોતાં જ બહાર આવીને તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લાંબો રિવ્યુ શૅર કર્યો. ખાસ વાત તો એ છે કે તેણે આ ફિલ્મ સાથે સંકળાયેલા મોટા ભાગના ઍક્ટર્સનાં વખાણ કર્યાં છે, પણ સંજય દત્ત, અર્જુન રામપાલ અને સારા અર્જુનની નોંધ પણ નથી લીધી.

વિકી કૌશલે સોશ્યલ મીડિયા પર ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયા આપતાં આદિત્ય ધરની ખૂબ પ્રશંસા કરી. તેણે લખ્યું કે ‘હું આ સમયે આશ્ચર્યચકિત છું અને ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું. તમારા ક્રાફ્ટ, મહેનત અને કરેલી જહેમત જોઈને હું ખૂબ ખુશ છું. આ એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. તમે આ સફળતાના હકદાર છો. ખૂબ-ખૂબ અભિનંદન ભાઈ.’

વિકી કૌશલે રિવ્યુમાં આદિત્ય ધરની સાથે-સાથે રણવીર સિંહને પોતાની પ્રેરણા ગણાવી. તેણે રણવીરના પાત્ર હમઝા અલી મઝારીની પ્રશંસા કરતાં લખ્યું, ‘રણવીર સિંહ, તમે મને પ્રેરણા આપી છે. એક અભિનેતા તરીકે તમારી બારીકીઓ અને અંદાજ બેમિસાલ છે. મૅડી સર, તમને સ્ક્રીન પર જોવાનો અલગ જ આનંદ આવ્યો. રાકેશ બેદી સર, તમે કમાલ છો. મુસ્તફા, મજા આવી ગઈ. શિવ કુમારે ફિલ્મનું ખૂબ જ સરસ એડિટિંગ કર્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અને શ્રેષ્ઠ કામ છે. ફિલ્મના મ્યુઝિક માટે શાશ્વત હું તમારો ફૅન બની ગયો છું. તમને બધા લોકોને સલામ અને અભિનંદન. દરેક વિભાગ માટે જોરદાર તાળીઓ, તમે બધા જ ધુરંધર છો.’

dhurandhar vicky kaushal aditya dhar ranveer singh akshaye khanna sara arjun arjun rampal sanjay dutt r madhavan rakesh bedi entertainment news bollywood bollywood news