ધુરંધર OTT પર રિલીઝ થવાના ૨૪ કલાકમાં જ બની ગઈ નંબર વન

02 February, 2026 01:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર ફિલ્મની જબરદસ્ત સફળતા પર પ્રતિક્રિયા આપતાં ડિરેક્ટર આદિત્ય ધરે કહ્યું છે...

ફિલ્મનો સીન

રણવીર સિંહની ‘ધુરંધર’ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર જોરદાર કમાણી કરી છે. થિયેટરમાં ધમાકો કર્યા બાદ હવે આ ઍક્શન ડ્રામા OTT પર પણ ધૂમ મચાવી રહી છે. રણવીરની આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ અને રિલીઝ થતાં જ છવાઈ ગઈ છે. આ ફિલ્મ OTT પર સ્ટ્રીમ થવાના માત્ર ૨૪ કલાકની અંદર જ ભારતભરમાં નેટફ્લિક્સ પર નંબર વનના સ્થાને પહોંચી ગઈ છે.

નેટફ્લિક્સ પર ફિલ્મની જબરદસ્ત સફળતા પર પ્રતિક્રિયા આપતાં ડિરેક્ટર આદિત્ય ધરે કહ્યું છે કે ‘નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ને નંબર વન પર જોવી બહુ આનંદની વાત છે. આ ફિલ્મ જુસ્સા સાથે જોવા માટે બનાવવામાં આવી હતી. મોટા પડદા પર હોય કે ઘરમાં. જેમણે થિયેટરમાં આ ફિલ્મ જોઈ તેમનો પણ હું આભાર માનું છું અને દુનિયાભરમાં જે લોકો હવે પ્રથમ વખત જોઈ રહ્યા છે તેમનો પણ આભારી છું.’

dhurandhar netflix aditya dhar ranveer singh sara arjun akshaye khanna arjun rampal sanjay dutt rakesh bedi r madhavan entertainment news bollywood bollywood news