હું અને અક્ષય કુમાર બહુ જલદી ફિલ્મમાં ફરી સાથે જોવા મળીશું

23 February, 2026 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્શદ વારસીના આ નિવેદન પછી અક્કીને ગોલમાલ 5માં સાઇન કરવામાં આવ્યો હોવાની ચર્ચાને વેગ મળ્યો છે

અર્શદ વારસી અને અક્ષય કુમારની ફાઇલ તસવીર

હાલમાં રિપોર્ટ હતા કે અક્ષય કુમારને ‘ગોલમાલ 5’માં સાઇન કરવામાં આવ્યો છે અને એ અજય દેવગન સામે ખલનાયક તરીકે જોવા મળી શકે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અર્શદે વાત-વાતમાં આ ચર્ચાને કન્ફર્મ કરી દીધી છે. ‘ગોલમાલ 5’માં અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને કુણાલ ખેમુ કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં અર્શદે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું અને અક્ષય વધુ એક ફિલ્મ સાથે કરી રહ્યા છીએ. હવે કામ શરૂ થવાનું છે. ખૂબ જ મજેદાર ફિલ્મ છે. તેની જાહેરાત ટૂંક સમયમાં થશે.’

અર્શદના આ નિવેદન પછી ‘ગોલમાલ 5’માં અક્ષયની એન્ટ્રી લગભગ કન્ફર્મ થઈ ગઈ છે.

arshad warsi akshay kumar upcoming movie golmaal entertainment news bollywood bollywood news rohit shetty