સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં એટલે કે ૬:૩૦ વાગ્યા પહેલાં લઈ લો

24 March, 2026 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય કુમારે ફૅન્સ સાથે શૅર કરી તેની ફિટનેસ-ટિપ

અક્ષય કુમારની ફાઇલ તસવીર

બૉલીવુડની ફિટ સેલિબ્રિટીમાં અક્ષય કુમારનું નામ હંમેશાં આગળ આવે છે. ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન અક્ષયની ફિટનેસ માટેની મહેનત અને ડેડિકેશન ફૅન્સને હંમેશાં આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ૫૮ વર્ષના અક્ષય કુમારે પોતાનો ફિટનેસ-મંત્ર શૅર કર્યો હતો. તેણે કહ્યું કે ‘હું હંમેશાં એક જ વાત કહું છું કે સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં એટલે કે સાંજે ૬:૩૦ વાગ્યા પહેલાં લઈ લો. બસ, આનાથી મોટો મંત્ર જીવનમાં બીજો કોઈ નથી. ડૉક્ટર પણ તમને એ જ સલાહ આપશે.’

અક્ષય કુમારે ખાસ ચેતવણી આપતાં કહ્યું કે ‘આજકાલ ઘણા લોકો સિક્સ-પૅક અથવા એઇટ-પૅક બનાવવા માટે સ્ટેરૉઇડ્સ લે છે જે ખતરનાક છે. આવા શૉર્ટકટથી શરીર બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી ખોખલું બની જાય છે. એક શૉર્ટકટ તમારી જિંદગી નાની કરી શકે છે એટલે શૉર્ટકટ પર નહીં પણ લાંબા સમય સુધી ચાલે એવી ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ.’

akshay kumar entertainment news bollywood bollywood news