કૉમેડી અને રોમૅન્સનો જોવા મળશે ડબલ ડોઝ

19 April, 2024 06:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યા અને પ્રતીકના લગ્નજીવનમાં ખૂબ જ તનાવ ચાલતા હોય છે. આથી તેમના બન્નેના અફેર અલગ-અલગ વ્યક્તિ સાથે થાય છે.

‘દો ઔર દો પ્યાર’ફિલ્મની કાસ્ટ

વિદ્યા બાલન અને પ્રતીક ગાંધીની ‘દો ઔર દો પ્યાર’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે સેંધિલ રામમૂર્તિ અને ઇલિઆના ડિક્રુઝ પણ જોવા મળશે. આ ફિલ્મમાં ફન અને રોમૅન્સનો ડબલ ડોઝ જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી પ્રેમ અને એમાં મળતા દગાની આસપાસ ફરે છે. વિદ્યા અને પ્રતીકના લગ્નજીવનમાં ખૂબ જ તનાવ ચાલતા હોય છે. આથી તેમના બન્નેના અફેર અલગ-અલગ વ્યક્તિ સાથે થાય છે. આ દરમ્યાન તેમની ફૅમિલીમાં કોઈનું અવસાન થાય છે અને એ દરમ્યાન તેઓ ત્યાં જાય છે. આ સમય દરમ્યાન તેઓ એકમેકની સાથે સમય પસાર કરે છે અને તેમની વચ્ચેનો પ્રેમ ફરી પાંગરે છે. આ પ્રેમને કારણ તેઓ લગ્નજીવનને વધુ એક ચાન્સ આપવા માગે છે અને તેમનું જેમની સાથે અફેર હોય છે તેમને ઇગ્નૉર કરે છે. આ દરમ્યાન તેમની ચારેયની લાઇફ એકમેક સાથે ક્રૉસ થાય છે અને એનાથી ધમાલ ઊભી થાય છે.

આ ફિલ્મમાં જે ટર્ન અને ટ્વિસ્ટ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. વિદ્યા અને પ્રતીકનું કૉમિક ટાઇમિંગ જોરદાર છે અને તેમની કેમિસ્ટ્રી પણ જોરદાર લાગી રહી છે. 

entertainment news bollywood buzz bollywood news vidya balan Pratik Gandhi