પ્રતીક ગાંધીનો જન્મ જ સ્કૅમનું પાત્ર ભજવવા માટે થયો હતો

16 April, 2024 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દો ઔર દો પ્યાર’ના કો-સ્ટારના ગુડ લુક્સ વિશે વાત કરતાં વિદ્યા બાલને કહ્યું...

પ્રતીક ગાંધી , વિદ્યા બાલન

વિદ્યા બાલનનું કહેવું છે કે પ્રતીક ગાંધીનો જન્મ જ એટલા માટે થયો હતો કે તે ‘સ્કૅમ 1992’નું પાત્ર ભજવી શકે. તેઓ હવે ‘દો ઔર દો પ્યાર’માં સાથે કામ કરી રહ્યાં છે. આ એક રોમૅન્ટિક–કૉમેડી ફિલ્મ છે. પ્રતીકના લુક વિશે વિદ્યા કહે છે, ‘તે જેન્ટલમૅન છે. તે ખૂબ જ શાંતિથી વાત કરે છે અને તેના ગુડ લુક્સને સિરિયસલી નથી લેતો અને તેના વિશે એ ખૂબ જ સારી વાત છે. હું તેને મળી એ પહેલાં મેં ‘સ્કૅમ 1992’ જોઈ હતી. તે ખૂબ જ અદ્ભુત હતો. એવું લાગે છે કે તેનો જન્મ જ ‘સ્કૅમ 1992’ ભજવવા માટે થયો હતો. તેણે ખૂબ જ સરળતાથી એ પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મમાં પણ તે અદ્ભુત છે.’

entertainment news bollywood buzz bollywood news social media vidya balan Pratik Gandhi upcoming movie