23 December, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`દૃશ્યમ 3`ની રિલીઝની જાહેરાત
અજય દેવગનની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ’ના ત્રીજા ભાગની રિલીઝની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના મેકર્સે જણાવ્યું છે કે ‘દૃશ્યમ 3’ આવતા વર્ષે બીજી ઑક્ટોબરે એટલે કે ગાંધી જયંતીએ રિલીઝ થશે. હાલમાં સમાચાર હતા કે સાઉથના સુપરસ્ટાર મોહનલાલે ‘દૃશ્યમ 3’ના મૂળ મલયાલમ વર્ઝનનું શૂટિંગ આટોપી લીધું છે જેને કારણે ફૅન્સ જાણવા માગતા હતા કે અજય દેવગનને ચમકાવતું હિન્દી વર્ઝન ક્યારે રિલીઝ થશે. હવે આ સત્તાવાર જાહેરાત પછી ચાહકોને તેમના સવાલનો જવાબ મળી ગયો છે. ‘દૃશ્યમ 3’માં અજય દેવગન, તબુ, અક્ષય ખન્ના, શ્રિયા સરન અને ઇશિતા દત્તા જોવા મળશે અને એને અભિષેક પાઠક ડિરેક્ટ કરી રહ્યા છે.