એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે સોનુ સૂદને પાઠવ્યું સમન્સ

17 September, 2025 09:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એજન્સીનું માનવું છે કે સોનુ સૂદે ભારતમાં પ્રતિબંધિત એવા ઑનલા‌ઇન પ્લૅટફૉર્મ સાથે પ્રમોશનલ જોડાણ કર્યું હતું

સોનુ સૂદ

ઉર્વશી રાઉતેલા અને મિમી ચક્રવર્તી પછી હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ સોનુ સૂદને ગેરકાયદે બેટિંગ-ઍપ સાથે જોડાયેલા મની-લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે અને સોનુ સૂદને ૨૪ સપ્ટેમ્બરે દિલ્હીમાં આવેલા મુખ્યાલયમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. એજન્સીનું માનવું છે કે સોનુ સૂદે ભારતમાં પ્રતિબંધિત એવા ઑનલા‌ઇન પ્લૅટફૉર્મ સાથે પ્રમોશનલ જોડાણ કર્યું હતું. આ ઍપ કથિત રીતે ગેરકાયદે ઑનલાઇન સટ્ટેબાજી અને પૈસાની હેરાફેરીમાં સામેલ છે. તપાસ-એજન્સી આ વાતની તપાસ કરી રહી છે કે સેલિબ્રિટીઝ અને રમતવીરોના બ્રૅન્ડિંગથી આ ઍપને કેટલો લાભ થયો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ લાંબા સમયથી ઇન્ટરનેટ પર ચાલતી એવી બેટિંગ વેબસાઇટ્સ પર નજર રાખી રહ્યું છે જે ભારતના કાયદા વિરુદ્ધ છે. આ પ્લૅટફૉર્મ્સ દ્વારા માત્ર સટ્ટો જ નથી રમવામાં આવતો, પરંતુ હવાલા અને મની લૉન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ થતી હોવાની આશંકા છે.

sonu sood enforcement directorate new delhi entertainment news bollywood bollywood news