પોતાના બિલ્ડિંગનો એક માળ ભાડે આપીને દર મહિને કમાશે એકતા કપૂર દોઢ લાખ રૂપિયા

01 August, 2026 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેલિવિઝન નિર્માતા અને બાલાજી ટેલિફિલ્મ્સની સંયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર એકતા કપૂરે જુહુમાં આવેલી તેની માલિકીના એકતા હાઉસનો એક માળ દર મહિને દોઢ લાખ રૂપિયાના ભાડે આપ્યો છે.

એકતા કપૂર

ટેલિવિઝન નિર્માતા અને બાલાજી ટેલિફિલ્મ્સની સંયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર એકતા કપૂરે જુહુમાં આવેલી તેની માલિકીના એકતા હાઉસનો એક માળ દર મહિને દોઢ લાખ રૂપિયાના ભાડે આપ્યો છે. દસ્તાવેજો અનુસાર આ સોદો બે વર્ષના લીવ એન્ડ લાઇસન્સ કરાર હેઠળ કરવામાં આવ્યો છે. ૪ માળની આ ઇમારતમાં ભાડે અપાયેલા યુનિટ સાથે એક કાર-પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ કરારનું રજિસ્ટ્રેશન ૨૮ જુલાઈએ કરવામાં આવ્યું હતું.

ekta kapoor juhu mumbai bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news real estate