હું જ્યારે અક્ષય સર સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે હું મારા પપ્પા સાથે વાત કરી રહી છું

07 May, 2026 04:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકતાએ સોશ્યલ મીડિયા પર અક્ષય કુમાર અને જિતેન્દ્રની તસવીર શૅર કરીને લખ્યું કે ‘હવે સમય આવી ગયો છે કે હું મારો આભાર વ્યક્ત કરું. પપ્પા અને અક્ષય સરની આ તસવીર મને બતાવે છે કે શિસ્ત શું કરી શકે છે.

હું જ્યારે અક્ષય સર સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે હું મારા પપ્પા સાથે વાત કરી રહી છું

અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ની પ્રોડ્યુસર એકતા કપૂરે સોશ્યલ મીડિયા પર ફિલ્મની સફળતાનો આનંદ વ્યક્ત કર્યો અને અક્ષય કુમાર માટે દિલથી લખેલી નોંધ શૅર કરી. એકતાએ સોશ્યલ મીડિયા પર અક્ષય કુમાર અને જિતેન્દ્રની તસવીર શૅર કરીને લખ્યું કે ‘હવે સમય આવી ગયો છે કે હું મારો આભાર વ્યક્ત કરું. પપ્પા અને અક્ષય સરની આ તસવીર મને બતાવે છે કે શિસ્ત શું કરી શકે છે. તેઓ એટલા સરખા છે કે જ્યારે પણ હું અક્ષય સર સાથે વાત કરું છું ત્યારે મને લાગે છે કે હું મારા પપ્પા સાથે વાત કરી રહી છું. તેમની શિસ્ત, પ્રોડ્યુસરના વિઝન પર વિશ્વાસ અને ગાઢ માન-સન્માન ખરેખર અદ્ભુત છે. આ બે લોકોના કારણે જ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ જીવંત છે અને પ્રોડ્યુસર્સને પોતાનું સ્થાન મળે છે.’

એકતાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘એક ઇન્ડસ્ટ્રીને આગળ વધવા માટે એવા કલાકારો જોઈએ છે જે નિયમિત રીતે કામ કરે જેથી દરેક પ્રોડ્યુસરને તક મળે. આ બન્ને લોકોએ જે યોગદાન આપ્યું છે એ બહુ ઓછું આંકવામાં આવે છે. જ્યારે કોઈ પૂછે કે અક્ષય કુમાર વર્ષમાં ચાર ફિલ્મો કેમ કરે છે ત્યારે સમજવું જોઈએ કે ધર્મેન્દ્ર, જિતેન્દ્ર અને અક્ષય જેવા કલાકારોના કારણે જ આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે. વધુ ફિલ્મો એટલે વધુ રોજગાર-સર્જન. દરેક પ્રોડ્યુસરને તક આપવા માટે આભાર.’

akshay kumar ekta kapoor jeetendra instagram social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news