Entertainment Updates: જૅકલિન ફર્નાન્ડિસે દિવંગત મમ્મી‍નું અસ્થિવિસર્જન કર્યું વારાણસીની ગંગા નદીમાં

17 March, 2026 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

બૉલીવુડ ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસે રવિવારે તેની મમ્મી કિમ ફર્નાન્ડિસનાં અસ્થિઓનું વિસર્જન વારાણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિર સામે ગંગા નદીમાં કર્યું હતું. એ દરમ્યાન તેના પપ્પા પણ હાજર હતા. જૅકલિનનાં મમ્મી કિમ ફર્નાન્ડિસનું ગયા વર્ષે ૬ એપ્રિલે નિધન થયું હતું. મમ્મીનું અસ્થિવિસર્જન વારાણસીમાં કરવાના નિર્ણય વિશે જૅકલિને કહ્યું હતું કે ‘અમને સનાતન ધર્મ ખૂબ ગમે છે એથી અમે મારી મમ્મીનાં અસ્થિ લઈને કાશી આવ્યાં હતાં. કાશીમાં ગંગાના પવિત્ર જળમાં અસ્થિવિસર્જન કરવું એ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપવાનો એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક નિર્ણય હતો.’

ફૅન્સે ઘેરી લેતાં કાજોલ બરાબરની અકળાઈ

કાજોલે રવિવારે સાંજે એક ફૅશન-શોમાં હાજરી આપી હતી. જોકે કાજોલ જ્યારે ઇવેન્ટના સ્થળે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ફૅન્સે તેને ઘેરી લીધી હતી અને સેલ્ફી લેવા પડાપડી કરી મૂકી હતી. ફૅન્સની ભીડ વધી જતાં કાજોલ અકળાઈ ગઈ હતી અને તેણે ફોટો માટે ઊભી રહેવાને બદલે લોકોને ધક્કો મારીને અંદર જતા રહેવાનું પસંદ કર્યું હતું.

ઇબ્રાહિમ અલી ખાન અને પ્રતિભા રાંટાનું હાથમાં હાથ રાખીને રૅમ્પ-વૉક

ઇબ્રાહિમ અલી ખાન અને પ્રતિભા રાંટાએ ફૅશન-શોમાં એકસાથે રૅમ્પ-વૉક કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. બન્નેએ ડિઝાઇનર્સ મોહિત રાય અને રિધિ બંસલ દ્વારા સ્થાપિત ફૅશન-લેબલ માટે રૅમ્પ-વૉક કર્યું હતું. આ શો કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન સાથે મળીને આયોજિત ‘કૅરિંગ વિથ સ્ટાઇલ 2026’ ઇવેન્ટનો ભાગ હતો. આ શોમાં રૅમ્પના અંતે ઇબ્રાહિમ અને પ્રતિભા હાથમાં હાથ નાખીને સાથે ચાલ્યાં હતાં અને ફૅન્સને તેમની કેમિસ્ટ્રી બહુ ગમી હતી.

entertainment news bollywood bollywood news jacqueline fernandez ganga kajol ibrahim ali khan fashion