Entertainment Updates: જાહ્‍‍નવી કપૂરના સ્વિટ્ઝરલૅન્ડમાં જલસા

20 April, 2026 10:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: ફોટોગ્રાફર્સે મમ્મા કહીને બોલાવતાં ગુસ્સે થઈ ગઈ શ્રુતિ હાસન અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

જાહ્‍‍નવી કપૂરે હાલમાં જિનીવામાં યોજાયેલી એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને એ પછી તે સ્વિટ્ઝરલૅન્ડમાં રજા ગાળી રહી છે. જાહ્‍‍નવીએ સોશ્યલ મીડિયામાં પોતાની આ ટ્રિપની તસવીરો શૅર કરી છે જે જોઈને લાગે છે કે જાહ્‍‍નવીએ બહુ મજા કરી છે. જાહ્‍‍નવીએ આ પોસ્ટ સાથે કમેન્ટ કરી છે, ‘સ્વિસ સૂરજમાં કંઈક તો ખાસ વાત છે.’

ગોરેગામમાં સલમાન ખાન અને સાઉથની નયનતારાની ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું

સલમાન ખાન અને સાઉથની સુપરસ્ટાર નયનતારાએ શનિવારથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મ આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ ફિલ્મના નિર્માતાઓએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર સત્તાવાર અપડેટ શૅર કરતાં જણાવ્યું હતું કે પ્રોડક્શન-ટીમે મુંબઈના ગોરેગામના SRPF ગ્રાઉન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું છે અને આશરે ત્રણ મહિના સુધી અલગ-અલગ જગ્યાએ શૂટિંગ ચાલશે.

ફોટોગ્રાફર્સે મમ્મા કહીને બોલાવતાં ગુસ્સે થઈ ગઈ શ્રુતિ હાસન

કમલ હાસનની દીકરી અને સાઉથની સ્ટાર શ્રુતિ હાસન શનિવારે મુંબઈની એક રેસ્ટોરાંમાંથી બહાર આવી રહી હતી ત્યારે ફોટોગ્રાફર્સે તેની તસવીરો ક્લિક કરી હતી. જોકે એ સમય દરમ્યાન એક ફોટોગ્રાફરે તેને ‘મમ્મા’ કહીને બોલાવતાં અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ હતી. શ્રુતિએ અકળાઈને આ કમેન્ટ પર કડક પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે ‘કોણ છે મમ્મા? તમારી મમ્મા છે? શું બોલી રહ્યા છો તમે?’ એ પછી તે અપસેટ થઈને રવાના થઈ ગઈ હતી.

તમન્ના ભાટિયાએ ભગવાન વેન્કટેશ્વરના દરબારમાં પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા

તમન્ના ભાટિયા તાજેતરમાં આંધ્ર પ્રદેશના તિરુમાલામાં આવેલા પવિત્ર શ્રી વેન્કટેશ્વર સ્વામી મંદિર ખાતે દર્શન કરવા ગઈ હતી. ત્યાં તેણે ભગવાન વેન્કટેશ્વરના દરબારમાં પ્રાર્થના કરીને આશીર્વાદ લીધા હતા. એ દરમ્યાન તમન્ના પરંપરાગત વેશભૂષામાં ખૂબ જ ભક્તિમય અંદાજમાં જોવા મળી હતી. આ મંદિર પરિસરમાં તમન્નાની મુલાકાત દરમ્યાન સુરક્ષા અને વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમન્નાએ તેની આ પવિત્ર મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર પણ કરી છે.

entertainment news bollywood bollywood news janhvi kapoor switzerland shruti haasan viral videos Salman Khan nayanthara upcoming movie tamanna bhatia tamannaah bhatia andhra pradesh