02 June, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ફૅન્સમાં ‘વિરોશ’ના લાડકા નામે ઓળખાતાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જપાનની ટ્રિપ પર એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે. રશ્મિકાએ પોતાના વેકેશનની અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આમાંથી એક તસવીરમાં રશ્મિકા સુંદર જપાની લોકેશન વચ્ચે વિજય દેવરકોંડાની બાંહોંમાં રોમૅન્ટિક અંદાજમાં જોવા મળે છે. અન્ય તસવીરોમાં બન્ને જપાનના સ્થાનિક ભોજનનો આનંદ માણતાં, ફરતાં અને મસ્તીભર્યા મૂડમાં નજરે પડે છે.
પ્રિયંકા ચોપડા હૈદરાબાદમાં એસ.એસ. રાજામૌલીની ‘વારાણસી’ના શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં તેણે થોડો સમય કાઢીને કામની વચ્ચે નાનકડું વર્કેશન માણીને પોતાના વીકએન્ડને એન્જૉય કર્યો. પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડિયો શૅર કરીને ફૅન્સને પોતાના રજાના દિવસની ઝલક બતાવી હતી. આ તસવીરમાં પ્રિયંકા બ્લૅક બિકિનીમાં સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગની મજા માણતી જોવા મળી હતી. આ તસવીરો અને વિડિયો શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘રવિવારનો દિવસ મજાથી પસાર કર્યો... હવે સમરનું સ્વાગત કરવા તૈયાર છું.’
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ પાંચમી જૂને થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. રિલીઝ પહેલાં સેન્સર બોર્ડે ફિલ્મ જોઈ લીધી છે અને એને U/A સર્ટિફિકેટ આપ્યું છે. આ સર્ટિફિકેટનો અર્થ એ છે કે ફિલ્મ દરેક વયના લોકો જોઈ શકે છે, પરંતુ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતાની સલાહ જરૂરી ગણાશે. ફિલ્મની લંબાઈ બે કલાક ૧૬ મિનિટ (૧૩૬ મિનિટ) છે.
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નાં લીડ સ્ટાર્સ વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે રવિવારે પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યાં હતાં. તેમણે પકવાન ડાઇનિંગ હોલમાં કેરીનો રસ, રોટલી, શાક, દાળ, ભાત સહિત ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે ‘ચાંદની ફાઇન્ડેશન’ નામની સંસ્થાનાં બાળકો પણ હાજર રહ્યાં હતાં. વરુણ, મૃણાલ અને પૂજાએ બાળકો સાથે આત્મીયતાથી વાતો કરી અને સમય વિતાવ્યો તેમજ તેમની સાથે ભોજન પણ કર્યું.
‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નાં સ્ટાર્સ વરુણ ધવન, મૃણાલ ઠાકુર તેમ જ પૂજા હેગડે IPL 2026ની ગ્રૅન્ડ ફિનાલે દરમ્યાન પ્રમોશન માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યાં હતાં. આ સ્ટાર્સે અમદાવાદમાં રમાયેલી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મૅચ સ્ટેડિયમમાં બેસીને માણી હતી. આ પછી વરુણે ફૅન્સને વિનંતી કરતાં કહ્યું હતું કે ‘હવે IPL પૂરી થઈ ગઈ છે તો પ્લીઝ પાંચમી જૂનથી સિનેમાઘરોમાં જઈને અમારી ફિલ્મ જરૂર જુઓ.’