રંગીલા, તેરે નામ અને ઇંગ્લિશ વિંગ્લિશની બનશે સીક્વલ?

13 June, 2026 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લોકપ્રિય ફિલ્મોને માત્ર ફિલ્મ સ્વરૂપમાં જ નહીં પણ ઍનિમેશન, માઇક્રોડ્રામા અને પાત્ર-આધારિત કન્ટેન્ટ તરીકે પણ વિકસાવવાનું પ્લાનિંગ

રંગીલા, તેરે નામ અને ઇંગ્લિશ વિંગ્લિશની બનશે સીક્વલ?

જાણીતી એન્ટરટેઇનમેન્ટ કંપની ઇરોઝ ઇન્ટરનૅશનલની સહયોગી કંપની ઇરોઝ ઇનોવેશન દ્વારા નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ નવા કન્ટેન્ટ-પ્લાન હેઠળ લોકપ્રિય ફિલ્મોની નવી વાર્તાઓ સાથે સીક્વલ બનાવવામાં આવશે અને પૌરાણિક કથાઓ આધારિત વિશાળ સિનેમૅટિક બ્રહ્માંડ પણ તૈયાર કરવામાં આવશે. આવા જ એક પ્રોજેક્ટ ‘ઇરોઝ યુનિવર્સ’ અંતર્ગત ભારતીય સિનેમાની ૬ લોકપ્રિય ફિલ્મોને નવી વાર્તાઓ અને નવાં પાત્રો સાથે આગળ વધારવામાં આવશે. આ યાદીમાં ‘તનુ વેડ્સ મનુ - ધ નેક્સ્ટ ચૅપ્ટર’, ‘ફોબિયા’, ‘ઇંગ્લિશ વિંગ્લિશ’, ‘દેસી બૉય્‌ઝ’, ‘રંગીલા’ અને ‘તેરે નામ’નો સમાવેશ થાય છે. જોકે ‘તેરે નામ’ની સીક્વલમાં સલમાન ખાન ફરીથી ‘રાધે’ના પાત્રમાં જોવા મળશે કે નહીં એ સંદર્ભે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. આવી જ રીતે ‘રંગીલા’ની સીક્વલમાં આમિર ખાન અને ઊર્મિલા માતોન્ડકર જોવા મળશે કે નહીં એ પણ નક્કી નથી.

ઇરોઝના જણાવ્યા અનુસાર આ લોકપ્રિય ફિલ્મોને માત્ર ફિલ્મ સ્વરૂપમાં જ નહીં પણ ઍનિમેશન, માઇક્રોડ્રામા અને પાત્ર-આધારિત કન્ટેન્ટ તરીકે પણ વિકસાવવામાં આવશે. કંપનીનું માનવું છે કે આ લોકપ્રિય પાત્રો અને વાર્તાઓને નવાં માધ્યમો દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાની તક મળશે.

bollywood buzz Salman Khan bollywood news bollywood gossips bollywood entertainment news