અમિતાભ બચ્ચનના ‘રેશ્મા ઔર શેરા’ના લુકને લોકોએ સોનુ સૂદ સાથે સરખાવ્યો

20 July, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ફિલ્મમાં તેમની સાથે સુનીલ દત્ત અને વહીદા રહેમાન હતાં

રેશ્મા ઔર શેરા ફિલ્મમાં અમિતાભનો લૂક

અમિતાભ બચ્ચને ‘રેશ્મા ઔર શેરા’ના લુકને શૅર કરતાં લોકો તેમને સોનુ સૂદ સાથે સરખાવવા લાગ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સુનીલ દત્ત અને વહીદા રહેમાન હતાં. ફિલ્મમાં તેમનો રાજસ્થાની લુક હતો. તેમણે જે ફોટો શૅર કર્યો છે એમાં તેમણે રાજસ્થાની કુરતાની સાથે માથે પાઘડી બાંધી છે. પહેલી નજરમાં જોતાં જ લોકોને એમ લાગ્યું કે આ સોનુ સૂદ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી કે ‘૧૯૬૯માં ‘રેશ્મા ઔર શેરા’નો આ મારો લુક ટેસ્ટ છે. મારું સિલેક્શન થઈ ગયું હતું.’

bollywood news entertainment news amitabh bachchan sonu sood