ફરહાન અને સૈફ પચીસ વર્ષ પછી સાથે મળીને બનાવશે થ્રિલર

29 June, 2026 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૈફ અલી ખાન અને ફરહાન અખ્તરે પચીસ વર્ષ પહેલાં ફરહાને ડિરેક્ટ કરેલી ‘દિલ ચાહતા હૈ’માં સાથે કામ કર્યું હતું

સૈફ અલી ખાન અને ફરહાન અખ્તર

સૈફ અલી ખાન અને ફરહાન અખ્તરે પચીસ વર્ષ પહેલાં ફરહાને ડિરેક્ટ કરેલી ‘દિલ ચાહતા હૈ’માં સાથે કામ કર્યું હતું. હવે આટલા સમય પછી તેઓ ફરી સાથે કામ કરશે. રિપોર્ટ પ્રમાણે ફરહાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર આગામી થ્રિલરમાં સૈફ અલી ખાન કામ કરશે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને એની વિગતો ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી રહી છે. આ એક ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મ હશે જેમાં નૈતિકતા, આચારસંહિતા અને જટિલ સામાજિક મુદ્દાઓને સ્પર્શવામાં આવશે. ફિલ્મમાં રહસ્ય અને ડ્રામાનું અનોખું કૉમ્બિનેશન જોવા મળશે. ફિલ્મમાં સૈફ લીડમાં જોવા મળશે અને હિરોઇનની શોધ ચાલી રહી છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને વર્ષના અંત સુધીમાં તેનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે.

bollywood buzz bollywood news bollywood entertainment news saif ali khan farhan akhtar upcoming movie indian cinema