મહિલા ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતને પગલે રીરિલીઝ થશે સ્પોર્ટ્સ-ડ્રામા ઘૂમર

06 November, 2025 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતની ઉજવણી માટે 7 નવેમ્બરના રોજ ઘૂમર ફરીથી રિલીઝ થઈ રહી છે. અભિષેક બચ્ચન-સૈયામી ખેર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સિનેમાઘરોમાં પરત ફરી રહી છે.

ઘૂમર ફરીથી રિલીઝ થઈ રહી છે.

અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સ્ટારર સ્પોર્ટ્‍સ-ડ્રામા ‘ઘૂમર’ ૭ નવેમ્બરે રીરિલીઝ થવાની છે. આ રીરિલીઝનો નિર્ણય ભારતની મહિલા ક્રિકેટ ટીમની તાજેતરની વર્લ્ડ કપ જીતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ડિરેક્ટર આર. બાલ્કીની આ ફિલ્મ ૨૦૨૩ની ૧૮ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. ‘ઘૂમર’માં એવી મહિલા ક્રિકેટરની વાર્તા બતાવવામાં આવી છે જે પોતાના કોચના સહકારથી પડકારો પર વિજય મેળવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ એ જ નેરુળના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં થયું હતું જ્યાં ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો છે.

 

abhishek bachchan saiyami kher womens world cup bollywood news bollywood buzz entertainment news cricket news sports sports news