15 March, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોલમાલ 5માં અક્ષય કુમાર ટાલિયા લુકમાં?
ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ લોકપ્રિય કૉમેડી ફ્રૅન્ચાઇઝીની નવી ફિલ્મ ‘ગોલમાલ 5’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. રોહિત શેટ્ટીએ ગઈ કાલે પોતાની બાવનમી વર્ષગાંઠે સેટ પરથી એક મસ્તીભર્યો વિડિયો શૅર કર્યો હતો, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ જોવા મળે છે. આ વિડિયોથી એ પણ કન્ફર્મ થયું છે કે અક્ષય કુમાર હવે આ ફિલ્મની ટીમમાં જોડાઈ ગયો છે. આ વિડિયોમાં અક્ષય કુમાર ટાલિયા લુકમાં જોવા મળે છે અને ટીમ એકસાથે ગ્રુપ-ફોટો ક્લિક કરાવે છે. આ વિડિયો શૅર કરતાં રોહિત શેટ્ટીએ લખ્યું કે ‘લગભગ ૨૦ વર્ષ પહેલાં ફિલ્મ ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’ રિલીઝ થઈ હતી જેણે મારી જિંદગી બદલી દીધી. હું દર્શકોનો આભાર માનું છું. આ વર્ષોમાં ક્યારેક મેં મનોરંજન આપ્યું છે અને ક્યારેક નિરાશ પણ કર્યા હશે, પરંતુ હંમેશાં ઈમાનદારીથી કામ કર્યું છે. હવે હું ફરી એક વાર ટીમ સાથે દર્શકોને મનોરંજન આપવા માટે નવી સફર શરૂ કરી રહ્યો છું.’